સુરતમાં રૂ.8.57 કરોડનું સોનું જપ્ત, બેની અટકાયત

સુરતમાં રૂ.8.57 કરોડનું સોનું જપ્ત, બેની અટકાયત

સુરતમાં રૂ.8.57 કરોડનું સોનું જપ્ત, બેની અટકાયત

Blog Article

સુરતમાં પોલીસે બે વ્યક્તિઓ પાસેથી કથિત રીતે રૂ.8.57 કરોડની કિંમતનું 14.7 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. આ બંને વ્યક્તિઓને અટકાયતામાં લેવામાં આવ્યા હતા.

‘બી’ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર પી.કે. પટેલે જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે સિમાડા નાકા જંક્શન ખાતે હિરેન ભટ્ટી અને મનજી ધામેલિયા પાસેથી બાતમીના આધારે આ રિકવરી કરવામાં આવી હતી.તેઓએ તેમના શર્ટની અંદર કુલ 14.7 કિલોગ્રામ વજનના સોનાના આઠ નંગ સંતાડ્યા હતાં. તેઓ સોના સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયાં હતાં. બંનેને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે સોનાના સ્ત્રોતને શોધવા માટે તપાસ ચાલી ચાલુ કરી હતી. ભટ્ટી અને ધામેલિયાએ દાવો કર્યો હતું કે સોનું એક દુકાનમાંથી એકત્ર કરવામાં આવ્યું હતું અને તેઓ તેને બારમાં ફેરવવા માટે ગોલ્ડ રિફાઇનરીમાં જતા હતાં.

Report this page